Home Loan: સસ્તામાં ઘરની લાલચ તમને પડી શકે છે ભારે, લાખના બાર હજાર થતા નહીં લાગે વાર!

Home Loan: ઘણી સ્કીમોમાં સસ્તામાં ઘર ખરીદવાની ઓફર આપવામાં આવે છે. એટલું જ નહીં ઘણી સ્કીમોમાં તો બિલ્ડરો સસ્તામાં ઘરની સાથો-સાથ ઘર ખરીદનારને કેટલીક મોંઘી ભેટ સોગાતો પણ આપે છે. બેંકવાળા પણ સાવ સસ્તા દરે લોન કરી આપવાની વાતો કરે છે. પણ શું હોય છે તેની પાછળનું કારણ જાણો....

Home Loan: સસ્તામાં ઘરની લાલચ તમને પડી શકે છે ભારે, લાખના બાર હજાર થતા નહીં લાગે વાર!

Home Loan: ઘર શોધવા માટે આપણે બ્રોકરની મદદ લેતા હોઈએ છે. પરંતુ અનેકવાર આપણે તેમાં છેતરાઈ જઈએ છે. આવું ન થાય એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરનું ઘર સૌ કોઈનું સપનું હોય છે. આ સપનું પુરું કરવા માટે લોકો ખૂબ જ મહેનત પણ કરતા હોય છે. પરંતુ આ ઘર ખરીદતા પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએે. જેનાથી તમારી સાથે કોઈ છેતરપિંડી ન થઈ જાય. ઘર શોધવા માટે આપણે બ્રોકરની મદદ લેતા હોઈએ છે. પરંતુ અનેકવાર આપણે તેમાં છેતરાઈ જઈએ છે. આવું ન થાય એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

લોભામણી ઓફરથી ચેતજો-
બ્રોકર ઘર ખરીદવા માટે અનેક લોભામણી ઓફર્સ તમને આપે છે. જેમકે ફ્રી પાર્કિંગ જેવી એમેનિટીઝ, ફ્રી એસી કે ટીવી જેમા તમામ ઓફર્સ તમને આપે છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે, એ માત્ર વાતો જ રહી જાય છે અને તમને એ સુવિધાઓ નથી મળતી. જો તમને ફ્રી પાર્કિંગની ઓફર આપવામાં આવે તો, જાતે ચેક કર્યા સિવાય વિશ્વાસ ન કરે. ઘણીવાર તમને જે ફ્રી પાર્કિંગ તરીકે બતાવવામાં આવે છે એ એક કૉમન એરિયા હોય છે. જેનો ઉપયોગ તમે કૉમન વસ્તુઓ માટે કરી શકો છો.

ફ્રી AC કે TV-
ઘણીવાર ગ્રાહકને લલચાવવા માટે બ્રોકર ફ્રી એસી કે ટીવીની સાથે ક્લબ હાઉસની ફીમાં છૂટ, સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ જેવા અનેક વાયદાઓ કરે છે. પરંતુ રેરા આવી કોઈ જ ઓફર નથી આપતું. જો કોઈ ઘરમાં તમને આવી વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવે છે, તો તેની કિંમતો પહેલાથી જ તમારા ઘરની કિંમતમાં સામેલ હોય છે. અનેક વાર બ્રોકર કે બિલ્ડર પઝેશન આપતા સમયે આવી વાતોથી ફરી જાય છે. અને તેના બદલામાં તમને પૈસા આપવાની ઓફર કરે છે. આવી છેતરપિંડીથી બચવા માટે તમારે સાવધાન રહેવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news